મરાઠા
શાસનતંત્ર : મરાઠા
છત્રપતિઓ અને પેશ્વાઓનું વહીવટી તંત્ર. મરાઠી સામ્રાજ્યના સર્જક છત્રપતિ શિવાજી એક
મહાન સેનાપતિ અને વિજેતા હોવા ઉપરાંત કુશળ વ્યવસ્થાપક અને વહીવટકર્તા હતા. અનેક
યુદ્ધોમાં વિજય મેળવી એમણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એ ઉપરાંત સામ્રાજ્યને
અનુરૂપ કાર્યક્ષમ શાસનવ્યવસ્થા કરી હતી. એમણે કરેલી શાસનવ્યવસ્થા થોડા ફેરફારો
સાથે પેશ્વાઓના સત્તાકાળ દરમિયાન પણ ચાલુ રહી.
છત્રપતિ
(રાજા) : વહીવટી તંત્રના માળખાનો વડો છત્રપતિ હતો. અષ્ટપ્રધાનમંડળના સભ્યોએ પણ
રાજાની મંજૂરી લઈને કામ કરવાનું હતું. શિવાજીના અનુગામીઓ તેના જેટલા શક્તિશાળી ન
હોવાથી, પેશ્વાઓ
વધુ સત્તાધીશ બન્યા હતા. છત્રપતિ શાહુએ મુઘલોનું આધિપત્ય ઔપચારિક રીતે સ્વીકાર્યું
હતું. તે પેશ્વા, સચિવ, સુમંત, સેનાપતિ વગેરેની નિમણૂક
કરતો હતો.

No comments:
Post a Comment